Pular para o conteúdo
Publicidade

લૂક 7:36-38,47,48,50

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

પાપી સ્ત્રીથી ઇસુનો અભિષેક

36 જયારે એક ફરોશીએ ઈસુને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું ત્યારે તેઓ ફરોશીના ઘરે જઈને ટેબલે બેઠા. 37 એક સ્ત્રી કે જે એ નગરમાં રહેતી હતી તે પાપી જીવન જીવતી હતી, ઈસુ ફરોશીનાં ઘરમાં ખાતા હતા, ત્યારે તે અતિમૂલ્યવાન અત્તરની શીશી લઈને ત્યાં આવી. 38 માંહે આવીને તે ઈસુના પગ પાસે રુદન કરતી ઉભી રહી. તે તેનાં આંસુઓથી તેમના પગને પલાળવા લાગી. પછી તે પોતાના વાળ વડે લૂંછવા લાગી, તેમને ચૂમ્યા, અને તેમના પર અત્તર રેડયું.

47 તેથી હું તને કહું છું કે તેનાં પાપ ઘણાં છે તે તેને માફ કરવામાં આવ્યા છે; કેમકે તેણે, તેનો પુષ્કળ પ્રેમ પ્રગટ કયોઁ છે, પરંતુ જેને ઓછું માફ કરવામાં આવે છે તે ઓછો પ્રેમ કરે છે."

48 જયારે ઈસુએ તેને કહ્યું, "તારાં પાપ માફ કરવામાં આવ્યા છે."

50 ઈસુએ સ્ત્રીને કહ્યું, "તારા વિશ્વાસે તને બચાવી છે. શાંતિએ જા."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    36 કોઈ એક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા. 37 જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને, 38 તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું.

    47 એ માટે હું તને કહું છું કે, એનાં પાપ જે ઘણાં છે તે તેને માફ થયાં છે; કેમ કે તેણે ઘણો પ્રેમ રાખ્યો; જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.’"

    48 ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.’" 50 ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.