રૂપાંતર
28 એ વાતો કહ્યાંના લગભગ આઠ દિવસ પછી, પિતર, યાકોબ તથા યોહાનને લઈને પ્રાર્થના કરવા માટે પર્વત પર ગયા. 29 જયારે તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્રો વીજળીના ચમકારા જેવા ઉજળાં થઈ ગયાં. 30 બે માણસો, મોશે અને એલિયા ભવ્ય મહીમામાં ઈસુની સાથે વાત કરતા દેખાયા. 31 તેઓએ તેમની વિદાય વિશે વાત કરી, કે જે તે યરુશાલેમમાં પુરું થવાનું હતું. 32 પિતર અને તેના સાથીઓ ઊંઘથી ઘેરાયેલા હતા, પણ જયારે તેઓ જાગી ઊઠયાં ત્યારે તેઓએ તેમને મહિમામાં જોયા, અને તેમની સાથે ઊભેલા બે માણસો જોયા. 33 જયારે માણસો ઈસુ પાસેથી વિદાય થતા હતા, પિતરે ઈસુને કહ્યું, "ગુરૂજી! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે." (પોતે શું બોલતો હતો તે તે સમજતો ન હતો.)
34 હજી તેઓ બોલતાં હતા એટલામાં, એક વાદળ દેખાયું અને તેઓ પર છાયા કરી, અને તેઓ વાદળામાં પેઠાં ત્યારે તેઓ ગભરાય ગયા. 35 વાદળમાંથી એક વાણી સંભળાઈ, "આ મારો પુત્ર છે જેને મેં પસંદ કયોઁ છે; તેમનું સાંભળો." 36 જયારે વાણી સંભળાય હતી, ત્યારેતેઓએ એકલા ઈસુને જોયા. શિષ્યોએ એ મનમાં રાખ્યું અને તે સમયે તેઓએ જે જોયું તેમાંનું તે કોઇને કહ્યું નહિ.