લૂક રચિત સુસમાચાર
1 આપણી વચ્ચે બની ચૂકેલી ઘટનાઓના વૃતાંત લખવાનું ઘણાએ હાથમાં લીધું છે 2 આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનનાં સેવકો હતા તેઓ દ્રારા આપણને હાથમાં સોંપ્યું છે. 3 મે પોતે નેકનામદાર થિઓફિલ મને પણ લાગ્યું કે શરૂઆતથી આ સઘળી વાતોની ચોકસાઈથી શોધ કર્યા પછી મેં પણ તમારા પર વિગતવાર લખવાનો ઠરાવ કયોઁ. 4 જેથી જે બાબતો તમને શીખવવામાં આવેલી છે, તેની સત્યતા તમે જાણો.