Pular para o conteúdo
Publicidade

લૂક 1:11-20

11 તેટલામાં પ્રભુનો દૂત ધૂપવેદીની જમણી તરફ ઊભેલો તેને દેખાયો. 12 જયારે ઝખાર્યાએ તેને જોયો ત્યારે તે ચોકી ઊઠયો ને ગભરાઈ ગયો. 13 પણ દૂતે તેને કહ્યું, "ઝખાર્યા, ગભરાતો ના! તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેત એક પુત્રને જન્મ આપશે અને તું તેને યોહાન કહેશે. 14 તે તને આનંદ તથા હર્ષ થશે અને ઘણાં તેનાં જન્મને લીધે હરખાશે. 15 તે ઈશ્વરની નજરમાં મહાન થશે. તે કદી દ્રાક્ષારસ લેશે નહિ અથવા કોઈ કેફિ પીણું પીશે નહિ, અને તેના જન્મ પહેલાંથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે. 16 તે ઘણાં ઇઝરાયેલના લોકોને તેઓના ઈશ્વર પ્રભુ તરફ પાછા ફેરવશે. 17 અને તે એલિયાના આત્માએ અને પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે માતા-પિતાનાં હૃદયને તેમનાં બાળકો તરફ અને આજ્ઞા ન માનનારાઓને ન્યાયીઓનાં જ્ઞાન તરફ ફેરવશે અને પ્રભુને માટે સિધ્ધ થયેલા લોક તૈયાર કરશે."

18 ઝખાર્યાએ દૂતને પૂછયું, "આની ખાતરી હું કેવી રીતે કરી શકું? હું વૃધ્ધ છું અને મારી પત્ની પણ ઘણા વરસની થઇ છે."

19 દૂતે તેને કહ્યું, "હું ઈશ્વરની હજૂરમાં ઊભો રહેનાર હું ગાબ્રિયેલ છું, અને તારી સાથે વાત કરવા અને આ સારાં સમાચાર આપવાં સારું મને મોકલવામાં આવ્યો છે. 20 અને હવે આ બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને તું બોલી શકશે નહિ, કેમકે તે મારા વચન પર વિશ્વાસ કયોઁ નહિ, તે તેના ઠરાવેલાં સમયે સાચાં પૂરવાર થશે."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.