ઈસુના જન્મની આગાહી
26 એલિસાબેતના ગભાઁવસ્થાના છઠ્ઠે મહિને, ઈશ્વરના ગાબ્રિયેલ દૂતને ગાલીલના નાઝરેથ શહેરમાં મોકલ્યો. 27 કુમારિકાની સગાઈ દાવિદ કુળનાં યોસેફ નામે એક પુરુષ સાથે થઈ હતી, તે કુમારિકાનું નામ મરિયમ હતું. 28 દૂતે તેની પાસે આવીને કહ્યું, "સલામ, હે કૃપા પામેલી, પ્રભુ તારી સાથે છે."
38 મરિયમ જવાબ આપ્યો, "હું પ્રભુની દાસી છું, તમારા વચન પ્રમાણે મને પૂર્ણ થાઓ." પછી દૂત જતો રહયો.
મરિયમનું ગીત
46 અને મરિયમે કહ્યું:
"મારો જીવ પ્રભુનો મહિમા કરે છે
47 અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા હરખાય છે,
48 કેમકે તેમણે પોતાની દાસીની દીનાવસ્થા
પર દ્રષ્ટિ કરી છે.
હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે,