Pular para o conteúdo
Publicidade

લૂક 1:26-38

ઈસુના જન્મની આગાહી

26 એલિસાબેતના ગભાઁવસ્થાના છઠ્ઠે મહિને, ઈશ્વરના ગાબ્રિયેલ દૂતને ગાલીલના નાઝરેથ શહેરમાં મોકલ્યો. 27 કુમારિકાની સગાઈ દાવિદ કુળનાં યોસેફ નામે એક પુરુષ સાથે થઈ હતી, તે કુમારિકાનું નામ મરિયમ હતું. 28 દૂતે તેની પાસે આવીને કહ્યું, "સલામ, હે કૃપા પામેલી, પ્રભુ તારી સાથે છે."

29 આ શબ્દો સાંભળીને મરિયમ ઘણી ગભરાઈ ગઈ અને તે ચકિત થઇ ગઇ, આ તે કંઇ જાતની સલામ હશે. 30 પણ દૂતે તેને કહ્યું, "મરિયમ, ગભરાઈશ નહિ! તું ઈશ્વરથી કૃપા પામી છે. 31 તને ગર્ભ રહેશે અને પુત્રને જન્મ આપશે. અને તું તેને ઈસુ કહેશે. 32 અને તે મહાન બનશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે, અને ઈશ્વર પ્રભુ તેને તેના પિતા દાવિદનું રાજ્યાસન આપશે. 33 અને તે સદાને માટે યાકોબનાં સંતાનો પર રાજ્ય કરશે, તેના રાજ્યનો અંત કદી આવશે નહિ."

34 મરિયમે દૂતને પૂછયું આ કેવી રીતે થશે, "કેમકે હું તો કુંવારી છું."

35 દૂતે તેને જવાબ આપ્યો: "પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું સામર્થ્ય તારા પર આચ્છાદન કરશે. તેથી જે પવિત્ર જન્મશે તે ઈશ્વરપુત્ર કહેવાશે. 36 વળી, તારી સગી એલિસાબેતને વૃધ્ધાવસ્થામાં બાળક થવાનું છે અને જે ગભઁ ધારણ કરી શકતી ન હતી તેને તે છઠ્ઠા મહિનામાં છે. 37 કેમકે ઈશ્વરનું વચન નકામું નહિ થશે."

38 મરિયમ જવાબ આપ્યો, "હું પ્રભુની દાસી છું, તમારા વચન પ્રમાણે મને પૂર્ણ થાઓ." પછી દૂત જતો રહયો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.