મરિયમ એલિસાબેતની મુલાકાતે
39 એ સમયમાં જ મરિયમ તૈયાર થઈ અને યહૂદીયાના પહાડી પ્રદેશનાં એક શહેરમાં ઉતાવળથી ગઈ. 40 ઝખાર્યાના ઘરમાં જઈને તેણે એલિસાબેતને સલામ પાઠવી. 41 જયારે એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના ગભઁમાં કૂદ્યુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થઈ, 42 તેણે મોટા અવાજે કહ્યું "સ્ત્રીઓમાં તને ધન્ય છે, અને તારાંથી જન્મનાર બાળકને ધન્ય છે! 43 પણ એ કૃપા મને કયાંથી કે મારા પ્રભુની મા મારી પાસે આવે! 44 તારી સલામનો અવાજ જેવો મારા કાને પડતા તરત જ મારા ગભઁમાં બાળક હર્ષથી કૂદ્યુ. 45 જેણે વિશ્વાસ કર્યોઁ છે તેને ધન્ય છે, કે પ્રભુએ તેને આપેલા તેના વચનો પૂરાં કરશે."