41 જયારે એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના ગભઁમાં કૂદ્યુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થઈ, 42 તેણે મોટા અવાજે કહ્યું "સ્ત્રીઓમાં તને ધન્ય છે, અને તારાંથી જન્મનાર બાળકને ધન્ય છે! 43 પણ એ કૃપા મને કયાંથી કે મારા પ્રભુની મા મારી પાસે આવે! 44 તારી સલામનો અવાજ જેવો મારા કાને પડતા તરત જ મારા ગભઁમાં બાળક હર્ષથી કૂદ્યુ. 45 જેણે વિશ્વાસ કર્યોઁ છે તેને ધન્ય છે, કે પ્રભુએ તેને આપેલા તેના વચનો પૂરાં કરશે."
Publicidade
લૂક 1:41-45
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
41 એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.
42 તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’ 43 એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે? 44 કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું. 45 જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.