Pular para o conteúdo
Publicidade

લૂક 1:59-64

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

59 આઠમાં દિવસે તેઓ બાળકની સુન્નત કરવા આવ્યા. અને તેઓ આ પ્રસંગે સગાંવહાલાં તથા મિત્રો આવ્યા હતાં. અને તેઓ તેનું નામ તેના પિતા ઝખાર્યાનાં નામ પર રાખવા ગયા. 60 પરંતુ, તેની માતાએ બોલીને કહ્યું; "ના! તે યોહાન કહેવાશે!"

61 તેઓએ તેને કહ્યું, "તારા સગાઓમાં કોઇનું એવું નામ નથી!"

62 પછી તેમણે છોકરાનાં પિતાને ઈશારાથી પૂછયું? કે તું બાળકનું શું નામ રાખવા માગે છે. 63 તેણે સ્લેટ મંગાવીને તેના પર લખ્યું કે તેનું નામ યોહાન છે. "તેથી તેઓ નવાઈ પામ્યા." 64 તે જ ઘડીએ તેનું મોં ઊઘડી ગયું ને તેની જીભ છુટી થઈ અને તે ઈશ્વરની સ્તુતિ કરતા બોલવા લાગ્યો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    59 આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા; 60 પણ તેની માએ તેઓને કહ્યું કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’"

    61 તેઓએ તેને કહ્યું કે, ‘તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.’" 62 તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, ‘તું તેનું શું નામ પાડવા ચાહે છે?’" 63 તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, ‘તેનું નામ યોહાન છે.’"

    64 તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ છૂટી થઈ, તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.