Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 10:9-16

પિતરનું સંદશઁન

9 બીજે દિવસે બપોરે જયારે તેઓ મુસાફરી કરતાં શહેરની નજીક આવી પહોંચ્યા, ત્યારે પિતર પ્રાર્થના કરવા માટે ઘરનાં ધાબા પર ચઢયો. 10 તેને ભૂખ લાગી અને ખાવા માટે કંઇક માંગ્યું, અને જયારે ખોરાક તૈયાર થઇ રહયો હતો, એટલામાં તેને મૂર્છા આવી. 11 તેણે જોયું તો આકાશ ઊઘડેલું હતું અને ચારેય છેડેથી લટકાવવામાં આવેલી એક મોટી ચાદર નીચે પૃથ્વી પર ઊતરતી જોઈ. 12 તેમાં દરેક પ્રકારનાં ચાર પગ વાળા પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને પક્ષીઓ હતાં. 13 પછી એક વાણી એ તેને કહ્યું "પિતર ઉઠ, મારીને ખા!"

14 પિતરે જવાબ આપ્યો, "ના, પ્રભુ! મેં કયારેય નાપાક કે અશુધ્ધ વસ્તુ કદી ખાધી નથી."

15 ફરીથી વાણી સંભળાઈ, "ઈશ્વરે જેને શુધ્ધ કર્યું છે તેને તું અશુધ્ધ ન ગણ."

16 એમ ત્રણ વખત થયું, પછી તરત જ ચાદર આકાશમાં પાછી લઈ લેવામાં આવી.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.