2 તેણે યોહાનનાં ભાઈ યાકોબને તરવારથી મારી નંખાવ્યો.
5 પિતરને જેલમાં રાખ્યો હતો પણ મંડળી તેના માટે આગ્રહપૂર્વક ઇશ્વરને પ્રાર્થના કરતી હતી.
12 જયારે તેને એ વાત સમજાય, ત્યારે તે યોહાન માર્કની માતા મરિયમને ઘરે ગયો, જયાં ઘણાં લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા. 13 પિતરે બહારનો દરવાજો ખટખટાવ્યો. ત્યારે રોદા નામે એક દાસી તે ઉઘાડવાં માટે આવી. 14 જયારે તેણે પિતરનો અવાજ ઓળખ્યો એટલે તે એવી હરખઘેલી થઈ ગઈ કે બારણું ખોલવાને બદલે તે પાછી દોડી ગઇ અને કહ્યું પિતર દરવાજા પાસે છે.
15 તેઓએ તેને કહ્યું, "તું તો ઘેલી છે!" પણ તેણે એ વાત ફરી મક્કમતાથી કહ્યું કે તેમજ છે, ત્યારે તેઓએ કહ્યું, "એ તેનો દૂત હશે."
16 પણ પિતર દરવાજો ખટખટાવતો રહ્યો, જયારે તેઓએ દરવાજો ખોલ્યો અને તેને જોયો, ત્યારે તેઓ આશ્વયઁચકિત થઇ ગયા.