Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 12:7-10

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

7 અચાનક પ્રભુનો એક દૂત પ્રગટ થયો અને કોટડીમાં પ્રકાશ થઇ રહ્યો, તેણે પિતરને કૂખમાં મારીને જગાડ્યો, અને કહ્યું, "જલદી, ઊઠ!" અને પિતરના કાંડા પર બાંધેલી સાંકળો નીકળી પડી.

8 ત્યારે દૂતે તેને કહ્યું, "તારા કપડાં અને ચંપલ પહેર અને પિતરે તેમ કયુઁ. હવે તારો ઝભ્ભો પહેરીને મારી પાછળ ચાલ." 9 જેલની બહાર નીકળીને પિતર તેની પાછળ ગયો. પણ તેને ખબર ન હતી કે દૂત જે કહી રહ્યો હતો તે ખરેખર બની રહ્યું છે. તેણે વિચાયુઁ કે તે કોઇ દર્શન જોઈ રહ્યો છે. 10 પહેલી અને બીજી ચોકી વટાવીને તેઓ નગરનાં રસ્તા પર જવાનાં લોખંડના દરવાજે આવ્યા, એ દરવાજો તેઓને માટે આપોઆપ ઊઘડી ગયો, અને તેઓ તેમાંથી પસાર થયા, જયારે તેઓ એક શેરીના લાંબા ભાગ સુધી ચાલ્યા, ત્યારે અચાનક દૂત તેને છોડી ને ચાલ્યો ગયો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    7 ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી. 8 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, કમર બાંધ, અને તારાં ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી સ્વર્ગદૂતે કહ્યું કે, તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ.

    9 તે બહાર નીકળીને સ્વર્ગદૂતની પાછળ ગયો; અને સ્વર્ગદૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું. 10 તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.