તિમોથી પાઉલ અને સિલાસની સાથે જોડાય છે
1 પછી પાઉલ દર્બે થઇને પછી લુસ્ત્રા ગયો, જયાં તિમોથી નામે એક વિશ્વાસી રહેતો, કે જેની માતા યહૂદી અને એક વિશ્વાસી હતી પણ જેનો પિતા ગ્રીક હતો. 2 લુસ્ત્રા અને ઈકોનિયમના વિશ્વાસીઓમાં તિમોથીની શાખ સારી હતી. 3 પાઉલ તેને મુસાફરીમાં સાથે લેવાં માંગતો હતો. ત્યાં રહેતા યહૂદીઓને કારણે તેણે તેની સુન્નત કરાવી. કેમકે તેઓ બધાને જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો. 4 જયારે તેઓ શહેરે શહેર ફર્યા, યરુશાલેમનાં પ્રેષિતો અને વડીલોએ કરેલાં નિર્ણયો વિશે સમજ આપીને લોકોને તે પાળવાં જણાવ્યું. 5 તેથી મંડળીઓ વિશ્વાસમાં અને સંખ્યામાં વૃદ્ધિ પામતી ગઈ.