Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 16:10-17

10 પાઉલે સંદશઁન જોયા પછી, ઈશ્વર અમને સુસમાચાર પ્રગટ કરવા માટે બોલાવે છે; એવું સમજીને અમે ત્યાં જવાની તૈયારી કરી.

ફિલિપીમાં લુદિયાનું બદલાણ

11 વહાણમાં બેસીને અમે ત્રોઆસ થઇને સામોથ્રાકિથી થઈને બીજે દિવસે નીઆપોલીસ ગયા. 12 ત્યાંથી મુસાફરી કરીને અમે ફિલિપ્પીમાં પહોંચ્યા, કે જે રોમનોની વસાહત, અને મકદોનિયા જિલ્લાનું મુખ્ય શહેર છે. અને અમે ત્યાં કેટલાક દિવસો સુધી રહ્યા.

13 શહેર બહાર નદી કિનારે પ્રાર્થનાસ્થાન હશે એવું માનીને વિશ્રામવારે અમે ત્યાં ગયા, ત્યાં અમે પ્રાથઁનાનું સ્થળ મેળવવાની આશા રાખતા હતા. અમે બેઠા અને ત્યાં ભેગી થયેલી સ્ત્રીઓને બોધ કયોઁ. 14 તેમાંની એક સ્ત્રીનું નામ લુદિયા હતું, તે થૂઆતૈરા શહેરની વતની હતી, તે જાંબલી રંગના વસ્ત્રો વેચતી હતી. તે ઈશ્વરભકત હતી. પ્રભુએ તેનું હૃદય ઉઘાડયું અને તેણે પાઉલની વાતો ધ્યાનમાં લીધી. 15 જયારે તેણે તથા તેના ઘરનાં માણસોએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેણે અમને તેના ઘરે આવવાં આમંત્રણ આપતાં કહ્યું, "હું ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ છું એવું તમે માનતા હો તો તમે આવો અને મારા ઘરે રહો." અને તેણે આગ્રહ ચાલુ રાખ્યો.

પાઉલ અને સિલાસ જેલમાં

16 એક વાર અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમે એક દાસીને મળ્યા કે જેને અશુધ્ધ આત્મા વળગેલો હતો, જેનાથી તે ભવિષ્યકથન કહી પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી. 17 તે પાઉલની તથા અમારી પાછળ આવી બૂમ પાડવા લાગી, "આ માણસો પરાત્પર ઈશ્વરના ભકતો છે, કે જેઓ તમને તારણના માઁગ વિશે કહે છે."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.