Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 16:14,15,30-33

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

14 તેમાંની એક સ્ત્રીનું નામ લુદિયા હતું, તે થૂઆતૈરા શહેરની વતની હતી, તે જાંબલી રંગના વસ્ત્રો વેચતી હતી. તે ઈશ્વરભકત હતી. પ્રભુએ તેનું હૃદય ઉઘાડયું અને તેણે પાઉલની વાતો ધ્યાનમાં લીધી. 15 જયારે તેણે તથા તેના ઘરનાં માણસોએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેણે અમને તેના ઘરે આવવાં આમંત્રણ આપતાં કહ્યું, "હું ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ છું એવું તમે માનતા હો તો તમે આવો અને મારા ઘરે રહો." અને તેણે આગ્રહ ચાલુ રાખ્યો.

30 પછી તે તેઓને બહાર કાઢયાં અને પૂછયું, "સાહેબો, તારણ પામવાં માટે મારે શું કરવું જોઈએ?"

31 તેઓએ જવાબ આપ્યો, "પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ તો તારું તથા તારા ઘરનાં બધાનું તારણ થશે." 32 પછી તેઓએ તેને તથા તેના ઘરનાં સર્વેને ઇશ્વરના વચનો પ્રગટ કયાઁ. 33 રાત્રીના તે જ વખતે જેલરે તેઓને લઇ જઈને સોળ ધોયાં અને તરત જ તેણે તથા તેનાં ઘરનાંએ બાપ્તિસ્મા લીધું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    14 અને થૂઆતૈરા શહેરની, જાંબુડિયાં વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી જે ઈશ્વરને ભજનારી હતી, તેણે અમારું સાંભળ્યું, તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા. 15 તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસ્મા થયા પછી તેણે વિનંતી કરીને કહ્યું કે, જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારા ઘરમાં આવીને રહો; તેણે અમને ઘણો આગ્રહ કર્યો.

    30 તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ? 31 ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.

    32 ત્યારે તેઓએ જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યાં. 33 પછી રાતના તે જ સમયે તે જેલરે તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.