Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 17:1-4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

થેસ્સાલોનિકામાં

1 પછી મુસાફરી કરતા પાઉલ અને તેના સાથીદારો અમ્ફિપુલિસ અને અપલાનિયામાં થઈને તેઓ થેસ્સાલોનિકા આવ્યા, જયાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું. 2 પાઉલે પોતાની રીત પ્રમાણે સભાસ્થાનમાં ગયો, અને ત્રણ વિશ્રામવાર સુધી તેણે તેઓની સાથે શાસ્ત્રમાંથી વાદવીવાદ કયોઁ. 3 "ખુલાસો આપીને સિધ્ધ કયુઁ કે મસીહે દુઃખ સહન કરવું અને મુત્યુમાંથી સજીવન થવું. તેણે કહ્યું કે આ ઈસુ જેને હું પ્રગટ કરું છું તે એ જ મસીહ છે." 4 એ વાતો સાંભળીને ઈશ્વરની બીક રાખનાર ગ્રીક અને ઘણી પ્રતિષ્ઠીત ગણાતી સ્ત્રીઓ અને કેટલાક યહુદીઓ પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા; ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું; 2 પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની (સભામાં) ગયો, ત્રણ વિશ્રામવારે તેણે ધર્મશાસ્ત્રને આધારે તેઓની સાથે વાદવિવાદ કર્યો, 3 પાઉલે તેઓને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, મરણ પામેલાઓમાંથી પાછા ઊઠવું એ જરૂરનું હતું, (અને એવું પણ કહ્યું કે) જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે. 4 ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ એ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.