કરીંથમાં
1 આ પછી, પાઉલ આથેન્સથી નીકળીને કરિંથ ગયો. 2 ત્યાં તેને અકુલા નામે એક યહૂદી મળ્યો. તે: પોંતસનો વતની હતો. ઈટાલીથી તેની પત્ની પ્રિસ્કીલા સાથે થોડા સમય પહેલાં તે આવ્યો હતો. કલોડિયસે યહૂદીઓને રોમમાંથી નીકળી જવાનો હુકમ કયોઁ હતો. પાઉલ તેઓને મળવા ગયો. 3 કારણ કે તે પણ તેમની માફક તંબુ બનાવતો હતો, તે તેમની સાથે રહીને કામ કરતો. 4 દરેક વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈ વાતચીત કરતો અને યહૂદીઓને તથા ગ્રીકોને સમજાવતો.
5 પણ જયારે મકદોનિયાથી સિલાસ અને તિમોથી આવ્યા ત્યારે ઈસુ એ જ મસીહ છે એવી સાક્ષી યહૂદીઓને આપવામાં પાઉલે પોતાને સમઁપિત કયોઁ. 6 પણ જયારે તેઓ પાઉલનો વિરોધ કરવા અને અપમાન કરવા લાગ્યાં, ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરી નાંખીને તેઓને કહ્યું, "તમારું લોહી તમારે માથે, હું નિર્દોષ છું. હવેથી હું વિદેશીઓની પાસે જઈશ."
7 પછી પાઉલ સભાસ્થાનથી નિકળીને તિતસ યુસ્તસના ઘરે ગયો. તે એક ઈશ્વરભકત હતો. 8 સભાસ્થાનના આગેવાન ક્રીસ્પસે અને તેના આખા કુટુંબે પ્રભુ પર વિશ્વાસ કયોઁ; વળી કરિંથના બીજા ઘણાંએ પણ વિશ્વાસ કયોઁ અને બાપ્તિસ્મા પામ્યા.
9 એક રાત્રે પ્રભુએ પાઉલને દર્શનમાં કહ્યું, "ગભરાતો નહિ, શાંત ન રહે, પણ બોલજે. 10 કેમકે હું તારી સાથે છું, અને કોઈ તારા પર હુમલો કરીને ઇજા કરશે નહિ. આ શહેરમાં મારા ઘણાં લોકો છે." 11 તેથી ત્યાં દોઢ વરસ સુધી રહીને પાઉલે ઈશ્વરનાં વચનોનું શિક્ષણ આપ્યું.