Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 18:12-17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

12 પણ ગાલિયો અખાયાનો રાજ્યપાલ હતો ત્યારે કરિંથના યહૂદીઓએ સંપ કરીને પાઉલને હુમલો કરાવવા તેને શિક્ષા કરાવવા ન્યાયાસન પાસે લઇ ગયા. 13 તેઓએ આરોપ મૂકયો કે આ માણસ, "તે નિયમશાસ્ત્રની વિરુધ્ધ લોકોને ઈશ્વરનું ભજન કરવાની ફરજ પાડે છે."

14 પાઉલ બોલવા જતો હતો એટલામાં ગાલિયોએ તેઓને કહ્યું, "જો તમે યહૂદીઓ કોઈ ગંભીર ગુના વિશે કે ફરીયાદ કરતા હોત તો તમારું સાંભળવું મારા માટે વ્યાજબી ગણાત. 15 પણ આ કેવળ શબ્દો, અને નામો અને તમારા પોતાના નિયમશાસ્ત્ર વિશેની તકરાર હોઈ તો તમે પોતે તેનો નિકાલ કરો. આવી બાબતોનો ન્યાય હું કરવા માગતો નથી." 16 આમ કહી તેણે તેઓને બહાર કાઢી મૂક્યાં. 17 પછી ત્યાંના લોકોએ સભાસ્થાનના આગેવાન સોસ્થેનેસને પકડયો અને ન્યાયાસન આગળ માર માર્યો. અને ગાલિયોએ આ વાતની કંઈ પણ પરવા કરી નહિ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    12 પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ (સંપ કરીને) પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને (પાઉલને) ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે, 13 આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે. 14 પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, ‘ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત; 15 પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.’" 16 એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા. 17 ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના અધિકારી સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.