2 ત્યાં તેને અકુલા નામે એક યહૂદી મળ્યો. તે: પોંતસનો વતની હતો. ઈટાલીથી તેની પત્ની પ્રિસ્કીલા સાથે થોડા સમય પહેલાં તે આવ્યો હતો. કલોડિયસે યહૂદીઓને રોમમાંથી નીકળી જવાનો હુકમ કયોઁ હતો. પાઉલ તેઓને મળવા ગયો. 3 કારણ કે તે પણ તેમની માફક તંબુ બનાવતો હતો, તે તેમની સાથે રહીને કામ કરતો.
પ્રિસ્કીલા, આકુલા અને અપોલસ
18 પાઉલ થોડો સમય કરિંથમાં રહયો, પછી ત્યાંના ભાઈઓ અને બહેનોને વિદાય લઈને તે જળમાર્ગે સિરીયા જવા નીકળ્યો. પ્રિસ્કીલા તથા અકુલાને પણ તેણે સાથે લીધા. વહાણમાં જતા પહેલાં તેણે પ્રતિજ્ઞા લીધી હતી તેથી કિંખ્રિયામાં પોતાના વાળ ઉતરાવી નાખ્યા. 19 તેઓ એફેસસ પહોંચ્યા, ત્યાં પાઉલે પ્રિસ્કીલા તથા આકુલાને મૂકી દિઘા. પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓ સાથે ચર્ચા કરી.
26 તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો. જયારે પ્રિસ્કીલા અને અકુલા તેને સાંભળ્યો, ત્યારે તેને પોતાના ઘરે બોલાવીને ઇશ્વરના માગઁનો વધારે ચોકસાયથી ખુલાસો આપ્યો.