Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 18:2,3,18,26

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

2 ત્યાં તેને અકુલા નામે એક યહૂદી મળ્યો. તે: પોંતસનો વતની હતો. ઈટાલીથી તેની પત્ની પ્રિસ્કીલા સાથે થોડા સમય પહેલાં તે આવ્યો હતો. કલોડિયસે યહૂદીઓને રોમમાંથી નીકળી જવાનો હુકમ કયોઁ હતો. પાઉલ તેઓને મળવા ગયો. 3 કારણ કે તે પણ તેમની માફક તંબુ બનાવતો હતો, તે તેમની સાથે રહીને કામ કરતો.

પ્રિસ્કીલા, આકુલા અને અપોલસ

18 પાઉલ થોડો સમય કરિંથમાં રહયો, પછી ત્યાંના ભાઈઓ અને બહેનોને વિદાય લઈને તે જળમાર્ગે સિરીયા જવા નીકળ્યો. પ્રિસ્કીલા તથા અકુલાને પણ તેણે સાથે લીધા. વહાણમાં જતા પહેલાં તેણે પ્રતિજ્ઞા લીધી હતી તેથી કિંખ્રિયામાં પોતાના વાળ ઉતરાવી નાખ્યા.

26 તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો. જયારે પ્રિસ્કીલા અને અકુલા તેને સાંભળ્યો, ત્યારે તેને પોતાના ઘરે બોલાવીને ઇશ્વરના માગઁનો વધારે ચોકસાયથી ખુલાસો આપ્યો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    2 પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે (કાઈસાર) આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો; 3 પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘરે રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા; કેમ કે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો (તંબુ ના વસ્ત્રો વણવાનો) હતો.

    18 ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; (તે પહેલાં) તેણે કેંખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.

    26 તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘરે લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.