પાઉલ એફેસેસમાં
1 જયારે અપોલસ કરિંથમાં હતો ત્યારે પાઉલ અંદરના પ્રદેશમાં પસાર થઈને એફેસસ ગયો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા. 2 તેણે તેઓને પૂછયું, "તમે વિશ્વાસ કર્યા ત્યારે શું તમે પવિત્ર આત્મા પામ્યા?"
તેઓએ જવાબ આપ્યો, "ના, અમે પવિત્ર આત્મા છે એવું સાંભળ્યું પણ નથી."
3 તેથી પાઉલે પૂછયું, "તો તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?"
તેઓએ જવાબ આપ્યો, "યોહાન બાપ્તિસ્તનું."