Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 2:1-12

પવિત્ર આત્માનું પચાસમા દિવસે આગમન

1 જયારે પચાસમા દિવસનું પર્વ આવ્યું, ત્યારે તેઓ બધા એક જગ્યાએ એકત્ર થયા હતા, 2 એકાએક આકાશમાંથી આંધીના જેવો ઘુઘવાટ જેવો અવાજ થયો, અને જયાં તેઓ બેઠા હતા તે આખું ઘર ભરાય ગયું. 3 જવાળા જેવી અગ્નિની છુટ્ટી પડતી જીભો તેઓને દેખાઈ, અને આવીને તેઓ પ્રત્યેક પર બેઠી. 4 તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેમ પવિત્ર આત્માએ તેમને બોલવાની શકિત આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલવાં લાગ્યા.

5 હવે દરેક આકાશ નિચેના દેશોમાંથી ઇશ્વરનો ભય રાખનાર ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. 6 જયારે તેઓએ આ અવાજ સાંભળ્યો, ત્યારે આવેલા બધા સ્તબ્ધ થઈ ગયા, કેમકે દરેકે પોતાની જ ભાષાઓમાં બોલતાં સાંભળ્યા. 7 વિસ્મિત થઇને પૂછવાં લાગ્યા કે, "શું આ બોલનારા બધા ગાલીલના નથી? 8 ત્યારે કેવી રીતે આપણે તેઓને આપણી માતૃભાષામાં બોલતા સાંભળીએ છીએ? 9 પારથીઓ, માદીઓ, અને એલામીઓ; મેસોપોટેમિયાનાં રહેવાસીઓ, યહૂદિયાના, અને કાપાદોકિયાના, પોંતસના, અને આસિયાના, 10 ફ્રુગિયાનાં, અને પામ્ફૂલિયાના, ઈજિપ્તના, અને લિબિયા બાજુના, કુરેની ભાષી વિસ્તારનાં, રોમનનાં પ્રવાસીઓ, 11 (યહૂદી અને બનેલાં યહૂદીઓ) ક્રીતીઓ અને આરબો, આપણે સર્વને ઈશ્વરના પરાક્રમી કામો વિષે આપણી માતૃભાષાઓમાં બોલતાં સાંભળીએ છીએ!" 12 તેઓ વિસ્મય પામ્યા અને ગુંચવણમાં પડી જઈને એકબીજાને પૂછવાં લાગ્યા, "આનો શો અર્થ હશે?"

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.