પવિત્ર આત્માનું પચાસમા દિવસે આગમન
1 જયારે પચાસમા દિવસનું પર્વ આવ્યું, ત્યારે તેઓ બધા એક જગ્યાએ એકત્ર થયા હતા, 2 એકાએક આકાશમાંથી આંધીના જેવો ઘુઘવાટ જેવો અવાજ થયો, અને જયાં તેઓ બેઠા હતા તે આખું ઘર ભરાય ગયું. 3 જવાળા જેવી અગ્નિની છુટ્ટી પડતી જીભો તેઓને દેખાઈ, અને આવીને તેઓ પ્રત્યેક પર બેઠી. 4 તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેમ પવિત્ર આત્માએ તેમને બોલવાની શકિત આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલવાં લાગ્યા.
16 ના, આ તો યોએલ પ્રબોધકે જે ભવિષ્યકથન કહ્યું હતું તે છે:
17 " ‘ઈશ્વર કહે છે કે,
છેલ્લા સમયમાં, હું સર્વ લોકો પર મારો આત્મા રેડી દઈશ.
તમારાં દીકરા-દીકરીઓ પ્રબોધ કરશે.
તમારાં જુવાનોને સંદર્શનો થશે,
તમારાં વૃધ્ધોને સ્વપ્નો આવશે.
38 પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;
41 જેઓએ વાત સ્વીકારી તેઓએ બાપ્તિસ્મા લીધું. અને તે દિવસે સંખ્યા આશરે ત્રણ હજાર લોકો તેમનામાં ઉમેરાયા.