Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 2:42-47

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

વિશ્વાસીઓની સંગત

42 તેઓ પ્રેષિતોના શિક્ષણમાં, સંગતમાં, અને પ્રભુભોજનમાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યાં. 43 પ્રેષિતો દ્રારા કરવામાં આવેલા ઘણાં અદભુત કૃત્યો તથા ચમત્કારોથી બધા ભયભીત થયા. 44 સર્વ વિશ્વાસીઓ સંગતમાં રહેતાં અને તેઓની બધી વસ્તુઓ સહિયારી હતી. 45 તેઓ પોતાની મિલકત વેચી નાંખતા, અને જરૂરિયાતમંદ લોકોને વહેંચી આપતાં. 46 તેઓ દરરોજ મંદિરનાં આંગણાંમાં નિયમિત એકઠા મળીને ઘેર ઘેર રોટલી ભાંગીને આનંદ તથા નિખાલસ મનથી ભોજન કરતા. 47 ઈશ્વરની સ્તુતિ કરતા અને બધા લોકો તેમના પર પ્રસન્ન હતા, અને પ્રભુ દરરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતા જતા હતા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    42 તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં પ્રભુ ભોજન લેવામાં તથા પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહ્યાં.

    43 દરેકે આદરયુક્ત ભીતિ અનુભવી; અને પ્રેરિતોથી ઘણાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો થયા. 44 તમામ વિશ્વાસીઓ એકઠા રહેતા હતા અને તેઓની બધી મિલકત સહિયારી હતી. 45 તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા.

    46 તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘરેઘરે રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. 47 તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા, અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. અને પ્રભુ રોજરોજ ઉદ્ધાર પામનારાઓને તેઓની સંગતમાં ઉમેરતા હતા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.