Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 24

ફેલીક્સ સમક્ષ પાઉલનો કેસ

1 પાંચ દિવસ પછી પ્રમુખયાજક અનાન્યા કેટલાક આગેવાનો તથા તર્ટુલ્લસ નામે એક વકીલને લઈને રાજ્યપાલ સમક્ષ પાઉલની વિરુધ્ધ ફરીયાદ નોંધાવવા ગયો. 2 જયારે તર્ટુલ્લસને આગળ પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે, તેણે ફેલીક્સ સમક્ષ આરોપ મૂકતાં કહ્યું: "તમારા સમયમાં અમે ઘણી સુખશાંતિ ભોગવી છે, અને તમારી દિઘઁદ્વષ્ટિથી આ દેશમાં સુધારા થયા છે. 3 માનનીય ફેલીક્સ અમે દરેક જગ્યાએ અને દરેક પ્રકારે આ વાતના ખૂબ આભારી છીએ. 4 પણ આપને વધારે તસ્દી આપવાં માંગતો નથી. માટે કૃપા કરીને મારી ટૂંક વિગત ધ્યાનપૂર્વક સાંભળો.

5 "અમને આ માણસ મુશ્કેલી ઊભો કરનારો અને આખા જગતના સવઁ યહૂદીઓને હુલ્લડ મચાવનારો જણાય છે. તે નાઝારી પંથનો આગેવાન છે. 6 અને તે મંદિરને અશુધ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે અમે તેની ધરપકડ કરી. 7 પણ એટલામાં સરદાર લૂકિયસ તેને અમારી પાસેથી બળજબરી કરીને છોડાવી લઈ ગયો.24:7 ઘણાં જુના ઓળિઆમાં આ કલમ નથી 8 જો તમે પોતે તેની તપાસ કરશો તો તમને જણાશે કે અમે તેના પર જે આરોપો મુકી રહ્યા છે તે સત્ય છે કે નહિ તે શોધી કાઢશો."

9 બિજા યહૂદીઓ પણ આ આરોપોમાં સામેલ થયા અને કહ્યું આ વાતો સાચી છે.

10 જયારે રાજ્યપાલે પાઉલને બોલવાનો ઈશારો કર્યા, ત્યારે પાઉલે કહ્યું, "હું જાણું છું કે આપ ઘણાં વર્ષોથી આ દેશના ન્યાયાધીશ છો, તેથી હું ખુશીથી મારો બચાવ કરી શકું છું. 11 તમે સરળતાથી તપાસી શકો છો કે બાર દિવસ પહેલાં હું ભકિત કરવા યરુશાલેમ ગયો હતો. 12 મારા પર આરોપ મૂકનારાઓએ મને મંદિરમાં કે કોઈ પણ સભાસ્થાનમાં અથવા શહેરમાં કે બિજે કયાંય વાદવિવાદ કયોઁ નથી કે લોકોમાં બળવાનો ઉશ્કેરાટ કરતા જોયો નથી. 13 તેઓ મારી વિરુઘ્ઘ જે તહોમતો મૂક્યાંં છે તે તમારી આગળ સાબિત કરી શકે તેમ નથી. 14 છતાં હું કબૂલ કરું છું કે જે માર્ગને તેઓ પંથ તરીકે ઓળખે છે, તે પ્રમાણે ઈશ્વરની ભકિત કરવાનાં અમારા પૂર્વજોનાં વિધિને હું અનુસરુ છું. તે માગઁનો હું અનુયાયી છું. નિયમોમાં અને પ્રબોધકોને હું દ્રઢતાપૂર્વક માનું છું. 15 અને મને પણ ઇશ્વરમાં એવી જ આશા છે જેવી આ માણસોને છે, કે ન્યાયીઓ અને દુષ્ટો બંનેનું પુનરુત્થાન થશે. 16 તેથી હંમેશાં ઈશ્વરની અને માણસોની આગળ હું મારું અંતઃકરણ શુધ્ધ રાખવા પ્રયત્ન કરું છું.

17 "ઘણાં વરસો પછી, મારા લોકોને ગરીબો માટે દાન આપવાં તથા અર્પણ ચઢાવવા હું યરુશાલેમ આવ્યો. 18 જયારે તેઓએ મને મંદિરમાં વિધિપૂવઁક શુધ્ધ થયેલો જોયો. ત્યારે મારી સાથે કોઈ ભીડ ન હતી કે મેં કોઈને ખલેલ પહોંચાડી ન હતી. 19 પણ આસિયા પ્રાંતના કેટલાક યહૂદીઓ ત્યાં હતા, મારી વિરુધ્ધ તેઓને કંઈ હોય તો તેઓએ અહીં હાજર રહીને ફરીયાદ કરવી જોઈતી હતી. 20 અથવા અહીં હાજર રહેલા આ લોકો કહે કે જયારે હું ન્યાયસભાની આગળ ઉભો હતો ત્યારે મારામાં કયો ગુનો જોયો? 21 સિવાય કે હું તેઓની મઘ્યે ઊભા રહીને, મેં એક વાત બૂમ પાડીને કહી હતી કે, ‘મૂએલાંના પુનરુત્થાનમાં વિશે આજે તમારી આગળ મારો કેસ ચાલી રહયો છે.’ "

22 ફેલીક્સ જે ઈસુના પંથ વિશે સારી રીતે માહિતગાર હતો, તેણે કેસ મુલતવી રાખ્યો અને કહ્યું, "જયારે સેનાપતિ લિશિયાસ આવશે ત્યારે હું તમારા કેસનો નિણઁય કરીશ." 23 તેણે પાઉલને ચોકીપહેરામાં રાખવા આદેશ આપ્યો, પણ તેને કંઇ છુટ આપવી અને તેના મિત્રોને તેની જરૂરિયાતો પુરી કરવાની પરવાનગી આપવાનો આદેશ આપ્યો.

24 કેટલાંક દિવસો પછી ફેલીક્સ, તેની પત્ની દ્રુસિલા જે યહૂદી હતી તેની સાથે ત્યાં આવ્યો. તેણે પાઉલને પોતાની પાસે બોલાવ્યો, અને મસીહ ઈસુ પરના વિશ્વાસ વિશેની વાત સાંભળી. 25 જયારે પાઉલ ન્યાયીપણું, આત્મસંયમ અને આવનાર ન્યાય વિશે વાત કરી રહયો હતો, ત્યારે ફેલીક્સ ગભરાઈ ગયો. અને તેણે કહ્યું, "હમણાં માટે બસ, હવે તું જા, જયારે મને અનુકૂળ લાગશે ત્યારે, હું તને ફરીથી બોલાવીશ." 26 પાઉલ મને પૈસા આપશે એવી તે આશા રાખતો હતો, તેથી તે વારંવાર તેને બોલાવતો હતો અને તેની સાથે ચર્ચા કરતો હતો.

27 આમ ને આમ બે વર્ષ વીતી ગયા, પછી ફેલીકસની જગ્યાએ પોર્કિયસ ફેસ્તુસની આવ્યો, પણ ફેલીક્સ યહૂદીઓને ખુશ કરવા માગતો હતો. તેથી તે પાઉલને જેલમાં મુક્તો ગયો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.