લંગડા માણસને સાજાપણું
1 એક દિવસ પિતર અને યોહાન બપોરે ત્રણ વાગે પ્રાર્થનાનાં સમયે મંદિરમાં જતા હતા. 2 હવે એક જન્મથી લંગડા એક માણસને લોકો દરરોજ ઊંચકીને લઈ જતા અને મંદિરમાં સુંદર નામના દરવાજે બેસાડતા હતા. ત્યાં તેને મંદિરમાં જતા લોકો પાસેથી તે ભીખ માગતો.
6 પછી પિતરે કહ્યું, "મારી પાસે સોનું કે ચાંદી નથી પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાઝરેથના ઈસુ મસીહના નામે, ચાલ." 7 પછી તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડયો. અને તરત તેના પગ તથા ઘુંટિઓમાં જોર આવ્યું. 8 તે કૂદીને ઊભો થઈ ગયો ને ચાલવા લાગ્યો. પછી ચાલતો, ને કૂદતો, ઈશ્વરની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરનાં આંગણાંમાં ગયો.