વિશ્વાસીઓની પ્રાર્થના
23 મુક્ત થતાં, પિતર અને યોહાન પોતાના લોકોની પાસે ગયા અને મુખ્ય યાજકો અને વડીલોએ તેમને જે કહ્યું હતું તે કહી જણાવ્યું. 24 જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓ બધાએ ઇશ્વરને મોટેથી પ્રાર્થના કરી: "હે પ્રભુ, તમે આકાશ, અને પૃથ્વી, અને સમુદ્ર અને તેઓમાંની દરેક વસ્તુનાં ઉત્પન્નકર્તા છો. 25 તમે તમારાં સેવક અને અમારા પિતા દાવિદ દ્વારા પવિત્ર આત્માથી કહ્યું કે:
" ‘પ્રજાઓ કેમ તોફાન કરે છે
અને વ્યર્થ યોજનાઓ ઘડે છે?
26 પૃથ્વી ના રાજાઓ સજજ થયા, ઈશ્વરની વિરુદ્ધ
અને આગેવાનો એકઠા થયા છે.
ઈશ્વરની વિરુધ્ધમાં
અને તેમના અભિષિકતની વિરુધ્ધમાં.’
27 કેમકે તમારાં અભિષિકત તથા પવિત્ર સેવક ઈસુની વિરુધ્ધમાં હેરોદ રાજા અને પોંતિયુસ પિલાત વિદેશીઓની સાથે તથા સર્વ ઇઝરાયેલી લોકો સાથે એકઠા થયા છે. 28 તમારાં ડહાપણ અને સામર્થ્ય પ્રમાણે તમે તેઓને જે કરવાની પરવાનગી આપી છે તે તેઓએ કયુઁ. 29 હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓને ધ્યાનમાં લો અને તમારાં સેવકોને વચન પ્રગટ કરવાને હિંમત આપો. 30 સાજાપણું આપવાને તમારો હાથ લંબાવો અને તમારાં પવિત્ર સેવક ઈસુના નામે ચમત્કારો તથા અદભુત કૃત્યો કરાવો."
31 તેઓએ પ્રાર્થના કયાઁ પછી, જે જગ્યાએ, તેઓ એકઠા મળ્યાં હતા, તે હાલ્યું તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિમતપૂર્વક પ્રગટ કરવા લાગ્યા.