અનાન્યા અને સાફિરા
1 અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફિરાએ સાથે મળીને મિલ્કતનો એક ટુકડો વેચી દિધો. 2 તેની પત્નીની સંમતીથી તેણે નાણાંનો કેટલોક હિસ્સો પોતાને માટે રાખ્યો પણ બાકીનાં પ્રેષિતોના પગ આગળ મૂક્યાં.
3 પછી પિતરે કહ્યું, "અનાન્યા, શેતાને તારું હૃદય કેમ કબજે કર્યું છે, કે તું પવિત્ર આત્માને જૂઠું બોલીને જમીનના નાણાંમાંથી થોડો હિસ્સો તારા માટે રાખ્યો છે? 4 તે વેચાયા પહેલાં તે તારી ન હતી? અને વેચ્યાં પછી નાણાં તારા હાથમાં ન હતા? તો પછી તેં આવું કેમ કર્યું? તું માણસો આગળ નહિ પણ ઈશ્વર આગળ જૂઠું બોલ્યો છે."