Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 7:44-50

44 "મોશેને બતાવેલ ઈશ્વરના નમૂનો જોયો હતો તે પ્રમાણે, બનાવેલો કરારનો મુલાકાતમંડપ અરણ્યમાં આપણા પૂર્વજોની સાથે હતો. 45 આપણા પૂવઁજોએ યહોશુઆના માગઁદશઁન હેઠળ મુલાકાતમંડપ મેળવ્યો, જયારે તેઓએ તે વતન પ્રાપ્ત કરીને પોતાની સાથે લાવ્યા, ત્યારે જેઓને ઈશ્વરે તેઓને તેમની આગળથી હાંકી કાઢયા હતા. અને તે દાવિદનાં સમય સુધી દેશમાં રહ્યો હતો. 46 જે ઈશ્વરની કૃપા પામ્યો હતો, અને તેણે યાકોબનાં ઈશ્વરને માટે નિવાસસ્થાન બનાવવા રજા માંગી. 47 પણ સોલોમોને તેમને સારું ઘર બાંધ્યું.

48 "તોપણ પરાત્પર ઈશ્વર માનવીના હાથે બાંધેલા ઘરોમાં રહેતાં નથી, જેમ પ્રબોધક કહે છે:

49 " ‘સ્વર્ગ મારું રાજ્યાસન છે

પૃથ્વી મારું પાયાસન છે.

તો તમે મારે માટે કેવું ઘર બાંધવાના?

પ્રભુ કહે છે,

અથવા મારું વિશ્રામસ્થાન કયું હોય?

50 એ બધાંને શું મેં મારા હાથે બનાવ્યાં નથી?’

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.