Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 8:30-35

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

30 ત્યારે ફિલિપ તે રથની પાસે દોડી ગયો, અને તેણે તે માણસને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતા સાંભળ્યો, ફિલિપે તેને પૂછયું. "તું જે વાંચે છે, તે શું તું સમજી શકે છે?"

31 તેણે કહ્યું, "કોઈનાં સમજાવ્યાં વગર હું તે કેવી રીતે સમજી શકું?" પછી તેણે ફિલિપને ઉપર પોતાની પાસે આવીને બેસવા આમંત્રણ આપ્યું.

32 શાસ્ત્રનો જે ભાગ ખોજો વાંચતો હતો તે આ પ્રમાણે હતો:

"ઘેટાંની જેમ મારી નાંખવાને તેમને લઈ જવામાં આવ્યા,

અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે,

તેમ તેમણે પોતાનું મોં ખોલ્યું જ નહિ.

33 તેમના દિનઅવસ્થામાં તેમને ન્યાય મળ્યો નહિ.

તેમના વંશજોનું વર્ણન કોણ કરી શકે?

કારણ તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો."

34 ખોજાએ ફિલિપને પૂછયું, "મહેરબાની કરી મને કહો, પ્રબોધક કોના વિશે આ વાત કરે છે, પોતા વિશે કે બીજા કોઈ વિશે?" 35 ત્યારે ફિલિપે શાસ્ત્રના એ જ ભાગમાંથી શરૂ કરીને ઈસુ વિશેનાં સુસમાચાર તેને કહ્યાં.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    30 ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતા સાંભળીને પૂછ્યું કે, તું જે વાંચે છે તે શું તું સમજે છે? 31 ત્યારે તેણે કહ્યું કે, કોઈનાં સમજાવ્યાં સિવાય હું કેમ કરીને સમજી શકું? તેણે ફિલિપને વિનંતી કરી કે, મારા રથમાં ઉપર આવી મારી પાસે બેસ.

    32 શાસ્ત્રવચનનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, "ઘેટાંની પેઠે મારી નંખાવાને તેમને લઈ જવાયા; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; 33 તેમની દીનાવસ્થામાં તેમનો ન્યાય ડૂબી ગયો; તેમના જમાનાનાં લોકનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો."

    34 ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર દેતાં કહ્યું કે, હું તને વિનંતી કરું છું કે, પ્રબોધક કોનાં વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે? 35 ત્યારે ફિલિપે કહેવાનું શરૂ કર્યું અને શાસ્ત્રવચનની તે વાતથી આરંભ કરીને તેને ઈસુ વિષેની સુવાર્તા પ્રગટ કરી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.