36 તેઓ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક જળાશય આવ્યું અને ખોજાએ કહ્યું, "જો, અહીં પાણી છે! તો મને બાપ્તિસ્માથી કોણ રોકી શકે?" 37 ફિલિપે કહ્યું, "જો તું તારા સંપૂર્ણ હૃદયથી વિશ્વાસ કરે છે તો તે જરૂર થઈ શકે." ખોજાએ જવાબ આપ્યો, "હું વિશ્વાસ કરું છું કે ઈસુ મસીહ એ જ ઈશ્વરપુત્ર છે."8:37 ઘણા ઓળીયામાં આ કલમ નથી 38 પછી તેણે રથ ઊભો રાખવાનો આદેશ કયોઁ. તેઓ બંને ફિલિપ અને ખોજો નીચે પાણીમાં ઊતર્યા અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. 39 જયારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા અચાનક ફિલિપને લઈ ગયો. અને હબસી ખોજાએ તેને ફરી જોયો નહિ. પણ તે આનંદ કરતો પોતાને માર્ગો ચાલ્યો ગયો
Publicidade
પ્રેષિતોનાં કાર્યો 8:36-39
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
36 માર્ગમાં તેઓ એક જળાશય પાસે આવી પહોંચ્યા; ત્યારે ખોજાએ કહ્યું કે, જો, અહીં પાણી છે, બાપ્તિસ્મા પામવાથી મને શું અટકાવી શકે? 37 ત્યારે ફિલિપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે; ખોજાએ ઉત્તર દેતાં કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એવું હું માનું છું. 38 પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્ને જણ પાણીમાં ઊતર્યા, ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
39 તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો; અને ખોજાએ ફરી ફિલિપને જોયો નહિ, પરંતુ તે આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યો ગયો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.