Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 9:1-5,15,17,20

શાઉલનું બદલાણ

1 શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને મારી નાંખવાની ધમકી આપતો હતો. તે પ્રમુખયાજક પાસે ગયો. 2 અને દમાસ્કસમાંના સભાસ્થાનો પર પત્રોની માગણી કરી જો તેને એ માગઁનો કોઈ પણ માણસ મળે ભલે તે પુરુષ કે સ્ત્રી હોય, તેમને બંદિવાન બનાવીને યરુશાલેમ લઈ આવે. 3 જયારે તે પોતાની મુસાફરી દરમિયાન દમાસ્કસની નજીક આવ્યો ત્યારે અચાનક તેની આસપાસ આકાશમાંથી એક પ્રકાશ ચમકયો, 4 તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી: "શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે?"

5 શાઉલે પૂછયું, "પ્રભુ! તમે કોણ છો?"

તેમણે જવાબ આપ્યો, "હું ઈસુ છું, જેને તું સતાવી રહ્યો છે

15 પરંતુ પ્રભુએ અનાન્યાને કહ્યું, "જા! આ માણસને મેં પસંદ કયોઁ છે, જેથી તે બિનયહૂદીઓ તેમના રાજાઓ તથા ઇઝરાયેલી લોકોને મારું નામ પ્રગટ કરી શકે.

17 ત્યારે અનાન્યા ગયો અને ઘરમાં અંદર ગયો, અને શાઉલ પર હાથ મૂકીને કહ્યું, "ભાઈ શાઉલ, માર્ગે આવતાં તને જેમણે દર્શન દીધું તે પ્રભુ ઈસુએ મને અહીં મોકલ્યો છે, એ માટે કે તું ફરીથી તું દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય."

20 તેણે તરત જ સભાસ્થાનમાં ઉપદેશ આપવાનું શરૂ કયુઁ, "ઈસુ એ જ ઈશ્વરપુત્ર છે."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.