Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 9:1-9

શાઉલનું બદલાણ

1 શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને મારી નાંખવાની ધમકી આપતો હતો. તે પ્રમુખયાજક પાસે ગયો. 2 અને દમાસ્કસમાંના સભાસ્થાનો પર પત્રોની માગણી કરી જો તેને એ માગઁનો કોઈ પણ માણસ મળે ભલે તે પુરુષ કે સ્ત્રી હોય, તેમને બંદિવાન બનાવીને યરુશાલેમ લઈ આવે. 3 જયારે તે પોતાની મુસાફરી દરમિયાન દમાસ્કસની નજીક આવ્યો ત્યારે અચાનક તેની આસપાસ આકાશમાંથી એક પ્રકાશ ચમકયો, 4 તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી: "શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે?"

5 શાઉલે પૂછયું, "પ્રભુ! તમે કોણ છો?"

તેમણે જવાબ આપ્યો, "હું ઈસુ છું, જેને તું સતાવી રહ્યો છે 6 હવે, તું ઊઠીને શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે."

7 શાઉલની સાથે ચાલનારાં માણસો અવાક બની ગયા. કારણ કે તેમને અવાજ સંભળાયો, પણ કોઈને જોયા નહિ. 8 પછી શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે આંખો ખોલી, પણ તે કશું જોઈ શકયો નહિ. એટલે તેનો હાથ પકડીને તેઓ તેને દમાસ્કસમાં દોરી ગયા. 9 ત્રણ દિવસ સુધી તે અંધ અવસ્થામાં રહ્યો. અને તેણે કશું જ ખાધું પીધું નહિ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.