3 જયારે તે પોતાની મુસાફરી દરમિયાન દમાસ્કસની નજીક આવ્યો ત્યારે અચાનક તેની આસપાસ આકાશમાંથી એક પ્રકાશ ચમકયો, 4 તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી: "શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે?"
5 શાઉલે પૂછયું, "પ્રભુ! તમે કોણ છો?"
તેમણે જવાબ આપ્યો, "હું ઈસુ છું, જેને તું સતાવી રહ્યો છે 6 હવે, તું ઊઠીને શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે."
7 શાઉલની સાથે ચાલનારાં માણસો અવાક બની ગયા. કારણ કે તેમને અવાજ સંભળાયો, પણ કોઈને જોયા નહિ. 8 પછી શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે આંખો ખોલી, પણ તે કશું જોઈ શકયો નહિ. એટલે તેનો હાથ પકડીને તેઓ તેને દમાસ્કસમાં દોરી ગયા. 9 ત્રણ દિવસ સુધી તે અંધ અવસ્થામાં રહ્યો. અને તેણે કશું જ ખાધું પીધું નહિ.