Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 9:36-39

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

36 હવે જોપ્પામાં એક શિષ્યા રહેતી હતી. તેનું નામ તાબીથા એટલે દોરકસ હતું. તે હંમેશાં ભલાઈનાં કામો કરતી અને ગરીબોને મદદ કરતી હતી. 37 આ સમયે તે બિમાર પડી અને મૃત્યુ પામી. લોકોએ તેને નવડાવીને ઉપરની મેડી પર સુવાડી. 38 લુદા જોપ્પાની નજીક હતુ તેથી જયારે શિષ્યોએ સાંભળ્યું કે પિતર લુદામાં છે, ત્યારે તેઓએ બે માણસો તેની પાસે મોકલ્યા, "અને વિનંતી કરી કે મહેરબાની કરીને અહીં આવો."

39 પિતર તેઓની સાથે ગયો, અને જયારે તે પહોંચ્યો ત્યારે તેઓ તેને ઉપરની મેડી પર લઈ ગયા. બધી વિધવાઓ રુદન કરતી તેની આસપાસ ઊભી હતી. દોરકસ તેઓની સાથે હતી ત્યારે તેણે જે ઝભ્ભા તથા બીજા વસ્ત્રો બનાવ્યાં હતાં તે તેને બતાવવા લાગી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    36 હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું; તે સ્ત્રી ભલાઈ કરવામાં તથા દાનધર્મ કરવામાં આગળ પડતી હતી. 37 તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી. અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી.

    38 હવે લુદા જોપ્પાથી નજીક હતું અને પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે વ્યક્તિઓને તેની પાસે મોકલીને એવી આજીજી કરી કે, અમારી પાસે આવવાને તું વિલંબ કરીશ નહિ. 39 ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ તેને મેડી પર લઈ ગયા; સર્વ વિધવા બહેનો તેની પાસે ઊભી રહીને રુદન કરતી જ્યારે દરકાસ તેઓની સાથે હતી ત્યારે જે અંગરખા તથા વસ્ત્રો તેણે બનાવ્યાં હતા તે તેઓ પિતરને બતાવવા લાગી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.