15 તે દિવસોમાં પિતર લગભગ એકસો વીસ વિશ્વાસીઓ મધ્યે પિતર ઊભો થયો, 16 અને કહ્યું "ભાઈઓ અને બહેનો, તે ઈસુને પકડાવી દેશે એવું યહૂદા વિશેનું જે ભવિષ્યવચન પવિત્ર આત્માએ દાવિદ રાજા મારફતે કહેલું હતું તે પૂર્ણ થવાની જરૂર હતી. 17 તે આપણામાંનો એક હતો અને આપણી સેવામાં તેને ભાગ મળ્યો હતો."
18 તેના દુષ્ટ કાયઁના બદલામાં મળેલાં પૈસામાંથી તેણે એક ખેતર ખરીદ્યું. ત્યાં તે ઊંધે માથે પટકાયો તેનું પેટ ફાટી ગયું અને આંતરડાં બહાર નીકળી ગયાં. 19 યરુશાલેમમાં બધા લોકોએ આ વાત સાંભળી તેથી તેઓએ તે ખેતરને અકેલ્દામાં એટલે લોહીનું ખેતર એવું નામ આપ્યું.
20 કેમકે પિતરે કહ્યું, ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે.
" ‘તેનું સ્થાન ઉજજડ થાવ;
અને તેમાં કોઈ વસે નહિ,’
અને,
" ‘તેનું કાર્ય બીજા કોઈને સોંપવામાં આવે.’
21 માટે, પ્રભુ ઈસુ આપણી વચ્યે રહેતા હતા તે દરમ્યાન જે માણસો આપણી સાથે રહ્યા છે તેમાંથી એકને પસંદ કરવો જરૂરી છે. 22 યોહાન બાપ્તિસ્માથી શરુ કરીને ઈસુને આપણી પાસેથી ઉપર લઇ લેવામાં આવ્યા. કેમકે આમાનાં એકે આપણી સાથે તેમના પુનરુત્થાનનો સાક્ષી હોવો જોઈએ."
23 તેથી તેઓએ યોસેફ યુસ્તસ કે જે બસઁબાસ પણ કહેવાતો હતો તે અને માથ્થિયાસ એ બે જણના નામ રજૂ કર્યા. 24 ત્યારે તેઓએ પ્રાર્થના કરી કે, "હે અંતર્યામી પ્રભુ, આ બે માણસોમાંથી તમે કોને પસંદ કર્યા છે તે અમને બતાવો. 25 આ પ્રેષિતોનું સેવા કાયઁ સંભાળવાને માટે જે યહૂદા પતિત થઈને તેના પોતાના સ્થાને ગયો છે." 26 પછી તેઓએ ચિઠ્ઠીઓ નાંખી તેમાં માથ્થિયાસનાં નામની ચિઠ્ઠી નીકળી, તેથી અગિયાર પ્રેષિતોમાં ઉમેરાયો.