Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 1:3,9-12

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 દુઃખ સહયા પછી તેમણે તેઓને પોતાને પ્રગટ કયાઁ અને તેઓને ખાતરી કરાવી કે તે પોતે જીવંત છે તેમણે ચાલીસ દિવસ સુધી તેઓને દશઁન આપ્યું અને ઈશ્વરના રાજ્ય વિશે શિક્ષણ આપ્યું.

9 એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતાં જ તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને વાદળે તેમને તેઓની નજરથી છુપાવી દીધા.

10 તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા, તેવામાં તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં બે પુરુષોને તેમની બાજુમાં ઊભા રહેલાં જોયા. 11 તેઓએ કહ્યું, "ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? આ જ ઈસુ, જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઇ લેવામાં આવ્યા છે, જેમ તમે તેમને સ્વગઁમાં જતાં જોયા તે જ રીતે તેઓ પાછા આવશે."

યહુદાને સ્થાને માથ્થિયાસની પસંદગી

12 પછી પ્રેષિતો જૈતુન નામના પહાડથી યરુશાલેમ પાછા ગયા. જે શહેરની વિશ્રામવારને1:12 વિશ્વામદિવસ તરીકે પણ ભાંષાતર કરવામાં આવ્યું છે, આ એક યહૂદી વિશ્વામવાર છે. મજલ જેટલે દુર હતું

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 ઈસુએ મરણ સહ્યાં પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા, ચાળીસ દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થતાં અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતાં રહ્યા.

    9 એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધાં. 10 તે જતા હતા ત્યારે તેઓ સ્વર્ગ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા, એવામાં ચળકતાં વસ્ત્ર પહેરેલા બે દૂત તેઓની પાસે ઊભા રહ્યા. 11 તેઓએ કહ્યું કે, ગાલીલના માણસો, તમે સ્વર્ગ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓને જેમ તમે સ્વર્ગમાં જતા જોયા તે જ રીતે તેઓ પાછા આવશે.

    12 ત્યારે જૈતૂન નામનો પહાડ જે યરુશાલેમની પાસે, વિશ્રામવારની મુસાફરી જેટલે દૂર છે, ત્યાંથી તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.