9 રાત્રે પાઉલને સંદર્શન થયું કે મકદોનિયાનો એક માણસ ઉભો રહીને તેને વિનંતી કરવા લાગ્યો કે, "મકદોનિયા આવીને અમને સહાય કર!" 10 પાઉલે સંદશઁન જોયા પછી, ઈશ્વર અમને સુસમાચાર પ્રગટ કરવા માટે બોલાવે છે; એવું સમજીને અમે ત્યાં જવાની તૈયારી કરી.
ફિલિપીમાં લુદિયાનું બદલાણ
11 વહાણમાં બેસીને અમે ત્રોઆસ થઇને સામોથ્રાકિથી થઈને બીજે દિવસે નીઆપોલીસ ગયા. 12 ત્યાંથી મુસાફરી કરીને અમે ફિલિપ્પીમાં પહોંચ્યા, કે જે રોમનોની વસાહત, અને મકદોનિયા જિલ્લાનું મુખ્ય શહેર છે. અને અમે ત્યાં કેટલાક દિવસો સુધી રહ્યા.