8 બીજા દિવસે નિકળીને અમે કાઈસારિયા આવી પહોંચ્યા અને ત્યાં સુવાર્તિક ફિલિપને ઘરે અમે ઊતર્યા, કે જે સાતમાંનો એક હતો. 9 તેને ચાર કુંવારી દીકરીઓ હતી. તેઓ પ્રબોધિકા હતી.
10 ત્યાં અમે ઘણાં દિવસો સુધી રહ્યા પછી, આગાબાસ નામે એક પ્રબોધક યહૂદિયાથી ત્યાં આવ્યો.