10 પાઉલે જવાબ આપ્યો, "હું કૈસરનાં ન્યાયાસન સમક્ષ ઊભો છું, અને અહીં જ મારો ન્યાય થવો જોઈએ. જેમ તમે સારી પેઠે જાણો છો તેમ યહૂદીઓનું મેં કંઈ ભૂંડું કર્યું નથી. 11 જો તેમ છતાં મેં મરણદંડને યોગ્ય મેં કોઈ ગુનો કર્યા હોય તો હું મરણ પામવાને તૈયાર છું. પણ જો જે તોહમતો મારી વિરુધ્ધ આ યહૂદીઓ દ્રારા મુકવામાં આવ્યા છે એ સાચા ન હોય તો, તેમના હાથમાં મને સોંપવાનો કોઇનો અધિકાર નથી. હું કૈસર પાસે દાદ માગું છું."
12 પછી ફેસ્તુસે ન્યાયસભાની સલાહ લઇને જણાવ્યું, "તેં કૈસર પાસે દાદ માંગી છે, તેથી હવે તારે કાઈસાર પાસે જવું પડશે."