Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 110

અભિષિક્ત રાજા

દાઉદનું ગીત.

1 યહોવાહે મારા પ્રભુને કહ્યું, "જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ."

2 યહોવાહે કહ્યું, "સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો;

તારા શત્રુઓ પર રાજ કર.

3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે

પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો;

તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.

4 યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ:

તમે મલ્ખીસદેકના110:4 જુઓ હિબ્રૂ 5:6, 6:20, 7:17, 21 ધોરણે,

સદાને માટે યાજક છો."

5 પ્રભુ તમારે જમણે હાથે છે.

તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.

6 તે દેશોનો ન્યાય કરશે;

તે ખીણોને મૃતદેહોથી ભરશે;

તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.

7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે

અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.