Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 128

ઈશ્વરને આધીન આશીર્વાદિત ઘર

ચઢવાનું ગીત.

1 જે યહોવાહને માન આપે છે

અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.

2 તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ;

તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.

3 તારી પત્ની તારા ઘરમાં

ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે;

તારાં સંતાનો તારી મેજની આસપાસ

જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.

4 હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે

તે આશીર્વાદિત થશે.

5 યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;

તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.

6 તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે.

ઇઝરાયલને શાંતિ થાઓ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.