Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 3

સહાય માટે સવારની પ્રાર્થના

પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.

1 હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે!

મારી સામે હુમલો કરનારા ઘણા છે.

2 ઘણા મારા વિષે કહે છે,

"ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ." સેલાહ

3 પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો,

તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.

4 હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું

અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. સેલાહ

5 હું સૂઈને ઊંઘી ગયો;

હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.

6 જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે

તેઓથી હું બીશ નહિ.

7 હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો!

કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે;

તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.

8 વિજય3:8 ઉદ્ધાર યહોવાહ પાસેથી મળે છે.

તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.