Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 127

ઈશ્વરના આશીર્વાદ વિના માનવ-મહેનત મિથ્યા

ચઢવાનું ગીત; સુલેમાનનું.

1 જો યહોવાહ ઘર ન બાંધે તો,

તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે,

જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો,

ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.

2 તમારું વહેલું ઊઠવું,

અને મોડું સૂવું,

અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે,

કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે.127:2 યહોવાહનો બદલો

3 જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે

અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.

4 યુવાવસ્થામાંના પુત્રો

બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.

5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે.

જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે,

ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.