Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 141

સાયંકાળની પ્રાર્થના

દાઉદનું ગીત.

1 હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો.

જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.

2 મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ;

મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.

3 હે યહોવાહ, મારા મુખની ચોકી કરો

અને મારા હોઠનું દ્વાર સંભાળો.

4 અન્યાય કરનારાઓની સાથે

હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી

મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો.

તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.

5 જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ.

તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે;

મારું માથું તેનો નકાર નહિ કરે.

પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.

6 તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે;

તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.

7 તેઓ કહેશે, "જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ,

અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં."

8 હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે;

હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.

9 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા

દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.

10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય,

એટલામાં તો હું બચી જાઉં.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.