Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 53

મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ. દાઉદનું માસ્કીલ.

ગી.શા. 14

માણસોની દુષ્ટતા

1 મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, "ઈશ્વર છે જ નહિ."

તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે;

ભલું કરનાર કોઈ નથી.

2 સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ,

તે જોવાને ઈશ્વરે આકાશમાંથી

મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી.

3 તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે;

ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ.

4 શું ખોટું કરનારને કંઈ સમજણ નથી?

તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે53:4 તેઓ મારા લોકોને લૂટી લેશે

પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી.

5 જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા;

કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે53:5 ઈશ્વર ભક્તિહીન લોકોના હાડકાંને વિખેરી નાખશે;

તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે53:5 ઈશ્વરે તેઓને લજ્જિત કર્યા છે.

6 સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે!

જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે,

ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.