Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 131

બાળકની જેમ ઈશ્વર પર વિશ્વાસ

ચઢવાનું ગીત; દાઉદનું.

1 હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી.

મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી

અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી.

2 તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે;

જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે,

તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે.

3 હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે

યહોવાહની જ આશા રાખજે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.