Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 126

બંદીવાસમાંથી મુક્તિનો આનંદ

ચઢવાનું ગીત.

1 જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા126:1 યહોવાહ સિયોનને પુનઃસ્થાપિત કર્યું,

ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.

2 ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું

અને અમારી જીભ ગાયન કરવા લાગી.

ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું,

"યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે."

3 યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે;

અમે કેટલા ખુશ છીએ!

4 નેગેબના ઝરણાંની જેમ,

હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો126:4 સફળ કરો.

5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.

6 જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે,

તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.