Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 75

ન્યાય-તુલા ઈશ્વરને હાથ

મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ આસાફનું ગીત; ગાયન

1 હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ;

અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો;

લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.

2 પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.

3 જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે,

તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ

4 મેં ઘમંડીઓને કહ્યું, "અભિમાન કરશો નહિ"

અને દુષ્ટોને કહ્યું, "શિંગ ઉઠાવશો નહિ.

5 તમારું શિંગ ઊંચું ન કરો;

અભિમાન સાથે ન બોલો."

6 ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી,

ના તો અરણ્યમાંથી.

7 પણ ઈશ્વર ન્યાયાધીશ છે;

તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.

8 કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે,

તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે.

નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે.

9 પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ;

હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ.

10 તે કહે છે કે, "હું દુષ્ટોનાં સર્વ શિંગ75:10 સામાર્થ્ય કાપી નાખીશ,

પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.