Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 125

પ્રભુના શરણમાં સલામતી

ચઢવાનું ગીત.

1 જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે

તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.

2 જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે,

તેમ આ સમયથી તે સર્વકાળ માટે

યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.

3 દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ.

નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.

4 હે યહોવાહ, જેઓ સારા છે

અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.

5 પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે,

તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે.

ઇઝરાયલ પર શાંતિ થાઓ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.